૨: ૪૮ - પુરુષાર્થ અને પ્રારબ્ધ

દિવાળીના પર્વમાં આપણે શું કરીએ છીએ? એક
માટીના કોડિયામાં તેલ પૂરી તેમાં એક રૂની વાટ મૂકી
જ્યોત જલાવી આંગણમાં મૂકીએ છીએ.
જ્યારે જૈન ધર્મમાં ભગવાન મહાવીરે આપણને આગમ
દ્વારા આપણા માટીના પૂતળા જેવા દેહમાં ઉપદેશરૂપી તેલ
પૂરી ધર્મરૂપી રૂની વાટ મૂકી અને જ્ઞાનરૂપી જ્યોત જગાડવા
કોશિશ કરી છે.
માટીના કોડિયામાં તેલ પૂરી જે જ્યોત જગાવવામાં
આવે છે એ કલાક-બે કલાકમાં ઓલવાઇ જાય છે, જ્યારે
આગમના ઉપદેશ દ્વારા જે જ્યોત હૃદયમાં ઊતરી જાય છે
એ જન્મોજન્મ સુધી આપણી અંદર જલતી રહે છે. આ
બધા માટે આપણને જરૂર છે પુરુષાર્થની. વગર પુરુષાર્થે
પ્રારબ્ધ પર છોડવાથી જીવનમાં કંઇ પરિવર્તન આવતું
નથી. વગર પુરુષાર્થે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ
ઊભા રહી જઇશું અને મોત આવી ઊભું રહી જશે.
ભગવાન મહાવીરના સમયમાં એક શ્રાવકે ભગવાનને
પૂછ્યું, ભગવાન! તમે હંમેશાં કહો છો કે, કર્મને આધીન
બધું થાય છે. તો પછી આપણે પુરુષાર્થ કરવાની શું જરૂર!
કર્મના આધારે જે થવાનું હશે તે થતું રહેશે. ત્યારે ભગવાને
કહ્યું કે, તારો ડાબો પગ ઊંચો કર ત્યારે પહેલા યુવાન
શ્રાવકે પગ ઊંચો ર્ક્યો. પછી ભગવાને બીજો સવાલ ર્ક્યો
કે, હવે તારો જમણો પગ ઊંચો કર. યુવાને જવાબ
આપ્યો કે ભગવાન એ શક્ય નથી. ભગવાન બોલ્યો,
ડાબાને નીચે મૂક અને હવે જમણો ઊંચો કર. યુવાન શ્રાવક બોલ્યા આમ થાય એ હું પણ જાણું છું. ત્યારે
ભગવાન બોલ્યા, ભાઇ! જીવનમાં પણ આવું જ છે. જીવન
પુરુષાર્થ અને પ્રારબ્ધ પર રચાયેલ છે. માણસ માત્ર પ્રારબ્ધ
પર આધાર રાખે તો જીવન ચાલે નહિ અને માત્ર પુરુષાર્થ
પર આધાર રાખે તોપણ ધાર્યું પરિણામ ન આવે. આપણે
ગમે એટલો પુરુષાર્થ કરીએ, પણ ભાગ્યમાં જે કર્મને
આધારે લખાયેલ છે એ જ નબળું હોય તો બીજા
પુણ્યશાળી જેટલું આપણે ધન ન કમાઇ શકીએ અને
પુણ્યશાળી થોડી મહેનતે, થોડા પુરુષાર્થથી કરોડોની
સંપત્તિના માલિક બની જાય, રોડ ઉપર પથ્થર તોડતો
પોતાના કર્મના આધીન સાંજે પેટ ભરવા પૂરતું જ કમાઇ
શકે, જ્યારે બીજી પુણ્યશાળી વ્યક્તિ થોડી મહેનતે લાખો
રૂપિયા કમાઇ લે છે.
જીવનને બે ભાગમાં ન વેંચતાં જીવનને શાંતિપૂર્વક
જીવવું હોય તો પુરુષાર્થને પ્રાધાન્ય આપજો. પ્રારબ્ધ તો
ઢંકાયેલ દાબડા જેવું છે. અંદર શું છે એ આપણને ખબર
નથી. પુરુષાર્થ એ તો ખુલ્લા આસમાન સમાન છે જે
ચારેબાજુથી જોઇ શકાય છે.
બસ, આપણા જીવનને સુંદર બનાવવું હોય તો
ફિલોસોફીની ખોટી વાતો ન કરતા વાસ્તવિકતાને સ્વીકારી
જીવન જીવવાનું જે દિવસે શરૂ કરશું તે દિવસે આપણા
જીવનનું નવું પ્રભાત ઊઘડશે.