૨ : ૪૩ - દાનવીર કર્ણ

એક વખત અર્જુન અને કૃષ્ણ હળવા મૂડમાં વાતો
કરતા હતા, ત્યારે અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું કે,
ભગવાન! મારા મોટા ભાઇ યુધ્ધિષ્ઠિર પણ રોજ સુવર્ણમુદ્રાનું
દાન કરે છે પણ આપ કોઇ દિવસ એમના વખાણ કરતા
નથી એનું કારણ શું? મોટા ભાઇ માટે એક પણ સારો
શબ્દ કહેતા નથી અને ફક્ત દાનેશ્વરી કર્ણની વાતો કરતા
રહો છો.
શ્રી ભગવાન કૃષ્ણ હસ્યા. કંઇ જવાબ ન આપ્યો. સમય
જતાં બન્યું એવું કે એક ભરચોમાસાની હેલીમાં કૃષ્ણને
હવન કરવાનો વિચાર આવ્યો ત્યારે તેણે બે ચિઠ્ઠી લખી
મોકલી. એક યુધ્ધિષ્ઠિરને અને એક કર્ણને કે મારે હવન
કરવો છે, એક-સો જેટલાં ચંદનનાં લાકડાં તત્કાળ મોકલી
આપશો.
યુધ્ધિષ્ઠિર ચિઠ્ઠી વાંચી ચિંતા કરવા લાગ્યા. અત્યારે આવા
વરસાદમાં બહાર જઇ લાકડાં લઇ આવવા મુશ્કેલ છે. એટલે
પોતાના જ મહેલમાં એક ખૂણે પૂજાના રૂમમાંનાં પાંચ-દશ
ચંદનનાં લાકડાં લઇ માથું ખંજવાળતા–ખંજવાળતા કૃષ્ણ
આગળ પહોંચ્યા. અર્જુન પણ ત્યાં હાજર હતો.
આ બાજુ કર્ણને પણ ચિઠ્ઠી મળી. તેને પણ વિચાર
આવ્યો કે આવા વરસાદની હેલીમાં આટલાં બધાં ચંદનનાં
લાકડાં લાવવા ક્યાંથી, પણ તરત જ તેના મગજમાં એક
ઝબકારો થયો. મહેલનાં બારી-બારણાં ચંદનનાં લાકડાંનાં હતાં એ તોડી ગાડું ભરીને કૃષ્ણની પાસે પહોંચી ગયો.
ત્યારે કૃષ્ણે અર્જુનને ટકોર કરતાં કહ્યું કે, યુધ્ધિષ્ઠિરના
મહેલના દરવાજા પણ ચંદનના હતા, પણ ૫૬ ઇંચની છાતી
અને ગાઠના ગોપીચંદ વાપરી જાણે એ જ સેવા અને
ભક્તિ કરી શકે, બીજાનું કામ નહીં. અત્યારે રાષ્ટ્ર અને
ધર્મને આવા કર્ણની જરૂર છે.