જ્ઞાન, ધન અને વિશ્વાસ નામના ત્રણ ખાસ મિત્રો
હતા. દરરોજ સાથે હરતા-ફરતા, એકબીજાના દુઃખમાં
ભાગ પડાવતા. આમ કરતાંકરતાં એક દિવસ એવો આવ્યો
કે ત્રણે જણાને જુદા પડવાનો સમય આવ્યો.
જ્ઞાને કહ્યું કે, હવે હું તો જુદો થઇને તમને મળીશ, પણ
એ મળવાનું સ્થાન મંદિર હશે, મસ્જિદ હશે કે દેવળ હશે.
ધને કહ્યું કે, હું તમને મળીશ, પણ મારું સ્થાન
કરોડપતિને ત્યાં હશે.
આ બંને મિત્રોની વાત સાંભળી ત્રીજા મિત્રે વિશ્વાસે
રડવાનું શરૂ કરી દીધું. જ્ઞાને અને ધને ‘‘વિશ્વાસ’’ને પૂછ્યું
કે રડે છે શા માટે? કંઇ બોલતો કેમ નથી? ત્યારે વિશ્વાસ
કહે છે કે, હું જ્યાંથી જાઉં છું ત્યાં પાછો આવી શકતો
નથી.
આ હતી વિશ્વાસની વાત. જીવનમાં કોઇ પરથી વિશ્વાસ
ઊઠી જાય તો ફરી તેના પર કોઇ વિશ્વાસ કરતું નથી.