૧: ૬૯ - “અહીં જ પૂર્ણવિરામ”

આજે બેઠા બેઠા વિચાર આવ્યો કે એક લેખ લખું પણ જેવી શરૂઆત કરી કે કલમ આગળ ચાલે જ નહીં. વિચારવા લાગ્યો કે આજે કલમને થયું છે શું? કેમે કરી આગળ ચાલવા તૈયાર જ નહિ. એટલામાં કલમ પોતાની મેળે જ ચાલવા લાગી ને એણે જ એના વિચારો લખી નાખ્યા. તો છે આ એના વિચારો પણ મેં એને શબ્દોમાં શણગારેલ છે.

કલમ મુજસે લડ પડી કાહે લિખત મોહી

લખ લખ જગ મૂઆ લેખક ન હુઆ કોઈ...કલમ

તું કા લિખત તે તો મેં જાનુ, દૂસરા ન જાને કોઈ

મેરા જાનત કા હોઈ, દૂસરા જાનત તો કુછ હોઈ. કલમ

કહતે કહતે શિર પટક દે, ન સુને જગમેં કોઈ તેર

સચ્ચાઈ છોડકર લિખ દે, પઢકર લાઈન લગે ઘર તેરા...કલમ

મૈને દેખે તુજ સરખે બહોતો, મરમર કર જીવન બીતાયો

તું મરના ચાહત સુખચેન, લિખા લિખનકા ઝંઝટ છોડો. કલમ

માન ન માન સચ્ચાઈ કહેતી હું, થકકર એક દિન આંસુ બહેગા

લોગ હમેંગે તેરે પર સમજકર અભી ભી સમય હૈ સંભલ જા...કલમ

સમયકે સાથ સાથ તૂ ભી મેરી તરફ હોગા ખાલી

દિન તો બીત જાયેગા રાત કાટના બહોત ભારી.. કલમ