૧: ૧૩ - સંસાર-પાર

એક યુવાન સંત આગળ જઈને પોતાની વ્યથા બતાવે છે. જીવનથી બહુ થાકી ગયો છું. કોઈ સાચો માર્ગ બતાવતું નથી. ઘણે ઘણે ફરી આવ્યો પણ ખરું સત્ય સાંપડતું નથી, તમે જ મને કહો કે મારે શું કરવું? સંતે કહ્યું કે જીવનમાં સત્સંગ કરવાનું બંધ ન કરતો. આજ નહીં તો કાલ તને માર્ગ સામેથી આવશે અને ત્યારે કંઈપણ રાહ જોયા વગર કૂદકો મારજે. સમયમાત્રનો પ્રમાદ ન કરતો. ક્યારેક સારા ગુરુનો-સંતનો ભેટો થઈ જાય છે અને એ સંસાર પાર કરવા માટે સારથિ બની જાય છે.

હું તને એટલું જ કહીશ – 

સમંદર શાંત હૈ, હવા અનુકૂલ હૈ, 

હોડી તૈયાર હૈ, સારથિ સાથ હૈ 

ફિર કિસ બાત કી દેર 

ઉઠાવ પતવાર હો જા ઈસ પાર સે ઉસ પાર.