૨ : ૧૮૮ - મૃત્યુનો મહિમા (કાવ્ય)

અહીં આ સંસારે સાધુ હોય યા સંસારી,
મૃત્યુને ન લેવી પડે કોઇની પરવાનગી.
એ સમય સાચવી, સમયે આવી જાય છે,
બધા એને એમ ને એમ જોતા રહી જાય છે.
ન ચાલે અહીં કોઇ સગપણ કે મારું તારું,
જે થાય છે તે, સમજો બધું સારા સારુ.
કોઇ કોઇને હજુ સુધી રોકી શક્યો નથી,
મૃત્યુ કોઇનું સગપણ સાચવતું નથી.
આ છે સંસારની ખરેખરી ભ્રમજાળ,
ભલભલા મથી રહ્યા, જાણવા આ માયાજાળ.
ન હજુ સુધી કોઇ એ જોયું કે જાણી શક્યું,
રાજ શું છે, આ સંસારે આ મૃત્યુ કેરું.
ઘણાઘણા મહાપુરુષો આવ્યા ને ગયા,
કોઇનું કંઇ ન વળ્યું. સૌ જોતા ઊભા રહ્યા.