‘‘કોરોના’’ એ સ્ત્રી માટે આશીર્વાદરૂપ છે. જ્યારે પુરુષ
માટે સાચી સમજણનો સ્ત્રોત છે. મારો કહેવાનો મતલબ
એમ નથી કે સ્ત્રીને કોરોના ન થાય. એને પણ કોરોના
થાય અને એ પણ પુરુષની જેમ જ હૉસ્પિટલમાં જાય,
પણ ફેર ક્યાં છે?
અત્યાર સુધી પુરુષ પોતાના અહંકાર અને પુરુષત્વના
જોરે સ્ત્રીને હંમેશાં પગની જૂતી સમજતો હતો. એની
સાચી કિંમત અત્યારે ‘‘કોરોના કાળ’’માં સમજાય છે.
પોતાની શક્તિમાં હંમેશાં રમનાર પુરુષને આ કોરોના
સમયમાં સાચી વાત સમજવાની તક મળી છે, જે જીવનમાં
સ્ત્રીનું મૂલ્ય સાધુ-સંતો ન સમજાવી શકે. એ ‘‘કોરોના’’એ
સમજાવી દીધું છે અને ખરેખર તો સ્ત્રી-પુરુષના સંસારી
સંબંધો કેવા હોવા જોઇએ એનો સરળ અને સીધો રસ્તો
‘‘કોરોના’’એ બતાવ્યો છે. એ માટે સ્ત્રીઓ તરફથી
‘‘કોરોના’’ને સત્સત્ નમસ્કાર.
આમાં પુરુષને ક્યાંય નીચા જોવાનું નથી. આ તો
સંસારમાં આપણે કઇ રીતે જીવન જીવવું એની એક ચાવી
છે, છતાં પણ એટલું તો જરૂર કહેવું પડે, સ્ત્રીમાં જે
સહનશક્તિ છે, સેવાવૃત્તિ છે, સમાધાનવૃત્તિ છે એ પુરુષમાં
નથી. પુરુષ વગર સ્ત્રી આખો જન્મારો કાઢી શકે છે,
જ્યારે પુરુષને સ્ત્રી વગર વર્ષો વિતાવવા મુશ્કેલ લાગે છે,
કારણકે સ્ત્રી પૂર્ણ છે, પુરુષ અધૂરો છે. મનુષ્યના જન્મ
વખતે જે પહેલો શેલ સ્ત્રીના ગર્ભમાં તૈયાર થાય છે એમાં
૨૪ અણુ સ્ત્રીના અને ૨૪ અણુ પુરુષના હોય છે ત્યારે સ્ત્રી જન્મે છે. આથી સ્ત્રીમાં પૂરા ૪૮ અણુ હોવાથી એ પૂર્ણ
સ્વરૂપ થાય છે. પુરુષમાં એક અણુ ઓછો એટલેકે ૪૭
હોવાથી એ એક અણુ પૂરો કરવા માટે રાત-દિવસ
ધીરુભાઇ અંબાણી બનવા માટે દોડે છે. દોડ ખોટી છે એમ
હું નથી કહેતો, પણ પુરુષ આ એક અણુ પૂરો કરવા માટે
દોડતો જ રહે છે અને એ સત્ય સમજવામાં થાપ ખાઇ
જાય છે. કોઇ બુદ્ધ કે મહાવીર જેવા આ સત્યને સમજી
પોતાનો જીવનરાહ બદલી નાખે છે. બાકી આપણા જેવા
સંસારના મોહમાં ને મોહમાં જીવન પૂર્ણ કરી નવા જન્મમાં
કર્મને આધારે પ્રવેશ કરીએ છીએ.
દરેક પુરુષ સ્ત્રીની શક્તિ સમજી માન આપે એ જ
અભ્યર્થના સાથે...