૨ : ૧૫૮ - સુવિચાર

કેડી ઉપર ચાલવાનું બંધ કરશો નહીં,
નહીંતર કેડી સમય જતાં ભૂંસાઇ જશે.
મિત્રોને મળવાનું બંધ કરશો નહીં,
નહીંતર મિત્રતા ભુલાઈ જશે.
સંતોની પુણ્યતિથિ ઊજવવાનું ભૂલશો નહીં,
નહીંતર સમય જતાં સંતોને ભૂલી જશો.
કોઈ ગમે તેટલા જ્ઞાની લાગે, પણ
આંધળા બની એની વાત સ્વીકારવી નહીં.
પ્રેમ માટે બોલવાની જરૂર નથી,
‘‘આંખ’’ બોલવાનું કામ કરે છે.
જ્ઞાન કરતાં ચારિત્રનું બળ વધારે હોય છે.
સમય પહેલાં કંઈ પ્રાપ્ત થતું નથી,
નસીબમાં જે મળવાનું હોય તેનાથી વિશેષ મળતું નથી.
‘‘મહાન’’ બનવા કોશિશ ન કરશો,
માનવ બનવા કોશિશ કરતાં જ ‘‘મહાન’’ બની જશો.
રાતભર મહેનત કરી ‘‘રાત’’ ફૂલોને ખીલવે છે,
પણ આનું માન દિવસ લઈ જાય છે.
અહંકારને ત્રણ દીકરા છેઃ ૧) દુરાગ્રહ ૨) હઠાગ્રહ
૩) પૂર્વગ્રહ.
દ્વેષને બે દીકરી છેઃ ૧) ઈર્ષા ૨) અનિંદ્રા ઝેર જે બૉટલમાં હોય છે એ બૉટલને મારતું નથી, જેમ
નાગનું ઝેર નાગને મારતું નથી,
પણ માણસમાં જો રાગ-દ્વેષનું ઝેર હોય તો તે
માણસને જરૂર મારે છે.
સરોવર, તરુવર, સંતજન અને ચોથો વરસે મેહ
પરમાર્થના કાજે જેણે ધરિયો છે આ દેહ.
રે પંખીડા સુખથી ચણજો ગીતડાં કાંઈ ગાજો
શાના આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો? - કલાપિ
છે કામણગારા ચાર કષાય,
સંસારી હોય કે સાધુ એમાં જરૂર ફસાય.
ક્રોધ કાળી નાગણ કેરો,
માયા જાદુગરની જાળ જેવી.
લોભ છે લાડુ કરતા મીઠો,
માન છે મધલાળ જેવું.