૨ : ૧૩૨ - મનની માયાજાળ

‘‘પહેલી ના બુઝા શકા આ મન કેરી માયા,
જિંદગી બીત ગઇ ન પાયા કિનારા.’’
માણસનું મન એટલું બધું વિચિત્ર છે કે એને તમે
સમજવા ધારો તોપણ સમજી શકતા નથી. જીવનભર
સાથે રહે છે, પણ એને સમજવું એક કોયડો છે. માણસ
જ્યારે યુવાન થાય છે ત્યારે એ બચપણને યાદ કરે છે કે,
બચપણ કેવું સારું હતું. ન કોઇ ફિકર, ન કોઇ ચિંતા,
ખાવું-પીવું ને મજા કરવી. જેવો યુવાનીમાંથી થોડો બહાર
આવી કૉલેજ તરફ આગળ વધે એટલે સ્કૂલનો વિચાર કરે
કે સ્કૂલમાં કેટલા બધા મિત્રો સાથે આખો દિવસ મસ્તી
કરતા ભણવું હોય એટલું ભણી, રમવું હોય એટલું રમીએ.
સાથે બેસી ગપ્પાં મારી, જ્યાં કૉલેજ પૂરી કરી નોકરીએ
જાય છે ત્યારે એને લાગવા માંડે છે કે, બીજાની ગુલામી
કરવા કરતા કૉલેજમાં ભલે હાર્ડવર્ક કરવું એ સારું હતું.
કોઇની ગુલામી તો નહોતી કરવી પડતી. યુવાન મિત્રો
સાથે જીવનનાં નવાંનવાં સપનાં જોવાની એક મઝા.
નવાનવા કામ કરવાનો ઉત્સાહ, નવાનવા મિત્રોની નવીનવી
વાતો, ફરમાઇશો વગેરેવગેરે.
નોકરી કરતાંકરતાં ક્યારે ઘરસંસાર શરૂ થઇ જાય છે
એની પણ ખબર પડતી નથી. વિચારે છે, આ ઘરની
જવાબદારી કરતાં તો નોકરી કરતો હતો એ સારું હતું.
માત્ર નોકરીની જ જવાબદારી હતી. હવે ‘‘ઘર અને
નોકરી’’ બે વચ્ચે જાણે પીલાતો હોય એવું લાગે છે.
નોકરીમાં તો માત્ર ઉંગ્ર્ચ્ચ્ની ગુલામી હતી, ઘરસંસાર
માંડીને ઘરમાં પત્નીની અને ઑફિસમાં બોસની, બે વચ્ચે
સૅન્ડવિચ. બાળકોને મોટાં કરવાની જવાબદારી, મગજમારી,
માથાકૂટ, કકળાટ વગેરેવગેરે. ભવિષ્યમાં બાળક માટે કંઇક
પ્લાન કરવો પડે. આમ ને આમ વર્ષો વીતી જાય. મા-
બાપ વૃદ્ધ થયાં એટલી એમની જવાબદારી. આમ
કરતાંકરતાં જિંદગીના એવા મુકામ સુધી પહોંચી જાય છે
કે જે પોતાની ચિંતામાંથી મુક્ત થતો નથી. ત્યાં બાળકોને
પરણાવવાની જ ચિંતામાં ને ચિંતામાં અડધો થઇ જાય છે.
બાળકોની ચિંતામાંથી થોડો મુક્ત થાય છે ત્યાં બાળકો
મોટાં થઇ ગયાં એટલે દીકરા-દીકરીને પરણાવવાની ચિંતા.
બસ, આમ ને આમ જિંદગીના કિનારે પહોંચી જાય છે.
ઘડપણ આવતા વાર લાગતી નથી અને ત્યારે શરીર
રોગગ્રસ્ત હોઇ બીજાના ટેકે ચાલવાનું હોય. લાકડી વગર
ચાલી ન શકાય, ત્યારે બચપણ યાદ આવે, જવાની યાદ
આવે, કૉલેજના દિવસો યાદ આવે, નોકરી-ધંધા યાદ
આવે, વીતેલા સમયનાં વહેણ યાદ આવે, પણ હવે હાથમાં
નિરાશા સિવાય કશું જ ન આવે. જીવનભરની યાત્રા
મનની માયાજાળમાં જ પૂરી થઇ જાય છે. કોઇ વિરલ જ
આ માયાજાળમાંથી નીકળી સત્યના માર્ગ પર નીકળી
જાય છે.
દરેકને સારો રસ્તો મળે એ જ અભ્યર્થના સાથે...
આજ આટલું બસ.