દૂધની એક કટોરીમાં માત્ર એક-બે બુંદ છાસના નાખવાથી
દૂધમાંથી દહીં બની જાય છે તેમ સંતોનાં દર્શન માત્ર બે
બુંદ જેવા છે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે.
દહીંને વલોવવાથી જેમ છાસ બની જાય છે અને
માખણ તરી આવે છે એમ સંતોના શબ્દોને જીવનમાં
આત્મસાત્ કરવાથી જીવન પલટાઇ જાય છે અને હવે
માખણને ગરમ કરવાથી જેમ ઘી એક બાજુ ને કચરો
બીજી બાજુ થઇ જાય છે, તેમ સાધકના જીવન સંતોના
શબ્દો સાંભળવાથી સત્ય એક બાજુ ને અણસમજણ
બીજી બાજુ થઇ જાય છે અને મુક્તિનો માર્ગ મોકળો
થાય છે.